South superstar Mohanlal resigned from the post of AMMA president | સાઉથના સુપરસ્ટાર મોહનલાલે AMMAના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું: કમિટી મેમ્બર સિદ્દીકી અને બાબુરાજ પર જાતીય સતામણીનો આરોપ, આખી સમિતિ ભંગ થઈ
6 કલાક પેહલા
- કૉપી લિંક
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા મોહનલાલે એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ (AMMA) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જો અહેવાલોનું માનીએ તો અભિનેતાના રાજીનામા બાદ આ સમિતિના તમામ સભ્યોએ સંયુક્ત રાજીનામું આપી દીધું છે, જે બાદ હવે આ સમિતિનું જ ભંગ કરવામાં આવી છે. હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ બધાએ આ નિર્ણય લીધો છે.
AMMAના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી સિદ્દીકી (જમણે) સાથે મોહનલાલ.
AMMAના આ બે સભ્યો સામે આરોપો
થોડા દિવસો પહેલા AMMAના જનરલ સેક્રેટરી અને દિગ્ગજ મલયાલમ અભિનેતા સિદ્દીકી પર મલયાલી અભિનેત્રીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, AMMAના જોઈન્ટ સેક્રેટરી બાબુરાજ પર પણ એક જુનિયર આર્ટિસ્ટ દ્વારા યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.
AMMAની રચના 1994માં થઈ હતી. તેની સાથે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 500 થી વધુ કલાકારો જોડાયેલા હતા.
AMMAના સભ્યો પર આવા આક્ષેપો થયા પછી પણ મોહનલાલ મૌન હતા. આવી સ્થિતિમાં ઘણા જાણીતા કલાકારોએ તેમની ટીકા પણ કરી હતી.